વિશિષ્ટ સમાચાર
“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સાબરકાંઠા પોલીસ શ્રેષ્ઠતમ
જીલ્લા કલેકટર નૈમેષ દવે દ્રારા અપાયુ પ્રમાણપત્ર

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગુજરાત સરકાર દ્રારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સાબરકાંઠા પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ જીલ્લા કલેકટર દ્રારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની સુચના અનુસાર “સ્વચ્છતા અભિયાન-૨૦૨૩” અંતર્ગત સાબરકાંઠા જીલ્લાની “પોલીસ અધિક્ષક, સાબરકાંઠાની કચેરી” મહેનત રંગ લાવતાં BEST કેટેગરીમાં પસંદ
કરવામાં આવતાં સાબરકાંઠા જીલ્લા કલેક્ટર નૈમેષ દવેના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ અને અભિનંદનીય કામગીરીને બિરદાવી પણ હતી.