તહેવાર
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે દશેરાના દિવસે સાબરકાંઠા જીલ્લા પોલીસ સહીત ખેડબ્રહ્મા તાલુકા પોલીસ વિભાગ દ્રારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતુ. શસ્ત્રપૂજનમાં
પોલીસ ઈન્સ્પેકટર ડી.આર.પઢેરીયા, એ.એસ.આઈ., કોન્સ્ટેબલ સહીત સમગ્ર સ્ટાફ શસ્ત્રપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા.
અધમઁ પર ધમઁનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય અને અસત્ય પર સત્ય નો વિજય એટલે દશેરો. આજે દશેરાના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા સહીત સમગ્ર
સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્રારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. વિવિધ પ્રકારની રાયફલ, પીસ્તોલ, જીપ ગાડી અને બુલેટ ગાડીની બ્રાહ્મણ દ્રારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યુ હતુ. પોલીસ વિભાગ
ની જીપ ગાડી એક રથ છે આ રથ અને શસ્ત્રો સલામત હશે તો પ્રજા પણ સલામત રહેશે તેવુ બ્રાહ્મણ પ્રમોદભાઈ રાવલે જણાવ્યુ હતુ.