શેઠ કે.ટી.હાઈસ્કૂલને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા ખેડવાને ધો.૧૦ માટે પરીક્ષા કેન્દ્ર મંજૂર
ઘર આંગણે પરીક્ષા કેન્દ્ર ફાળવાતાં અપડાઉન થી વિધાથીઁઓને રાહત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા આગામી માચઁ – ૨૦૨૪માં યોજાનારી ધો.૧૦ – ૧૨ બોડઁની પરીક્ષા માટે ખેડબ્રહ્મા અને ઈડરના ઉમેદગઢને ને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ખેડવાને ધો.૧૦ નુ પરીક્ષા કેન્દ્ર મંજુર કરવામાં આવતાં વિધાથીઁઓ અને વાલીઓમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત માહીતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ દ્રારા દર વષેઁ કરાતી માગણી મુજબ બોડઁ દ્રારા આગામી માર્ચ – ૨૦૨૪ માં યોજાનાર ધો.૧૦ – ૧૨ બોડઁની પરીક્ષાઓ માટે ખેડબ્રહ્માની શેઠ કે.ટી.હાઈસ્કૂલ ને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે તથા ખેડવા ને ધો.૧૦ માટે પરીક્ષા કેન્દ્રની મંજૂરી મળતાં હાઈસ્કૂલ ના સંચાલકો, વિધાથીઁઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
શેઠ કે.ટી.હાઈસ્કૂલના પ્રમુખ અશ્વિનભાઈ જોષી તથા આચાર્ય વિભાષ રાવલે જણાવ્યુ હતુ કે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્ર માટે વષોઁ જૂની માગણી સંતોષાતાં વિધાથીઁઓને વડાલી સુધી અપડાઉન કરવામાંથી મુક્તિ મળશે, જ્યારે પેપર પુરુ થયા બાદ વિધાથીઁઓ ટાઈમસર ઘરે જઈને આગળના પેપરની તૈયારીઓ કરી શકે તે માટે સમયની પણ બચત થશે સાથે અમારી હાઈસ્કૂલમાં પરીક્ષા માટે સી.સી.ટીવી કેમેરા, ફાયર સેફ્ટી સહીત તમામ સુવિધાઓ હોવાથી વિધાથીઁઓને કોઈ અગવડ પડશે નહી. મંજુરી મળતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી કચેરીનો આભાર માન્યો હતો.