ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકામાં રાજયસભા સાંસદ રમીલાબેન બારાના આદશઁ ગામ લાંબડીયાના
ગામના ચોકમાં આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનુ અનાવરણ કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાસ ચૌધરીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
વષઁ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસીત બનાવવા માટે દરેક નાગરીકને ગરીબીમાંથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી છે, વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર
માનતા કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાસ ચૌધરીએ કહ્યુ કે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ ને “આદિવાસી ગૌરવ દિવસ” તરીકે જાહેર કરતાં હવે એવુ લાગી રહ્યુ છે કે આદિવાસી
સમાજ માટે હવે પ્રગતિના દ્રાર ખુલ્યા છે. જેમ કે આદિવાસી રાષ્ટ્રપતિ, સાંસદ, પ્રમુખ, સરપંચ જેવી જગ્યાએ આદિવાસીઓના પ્રતિનિધિત્વ ને યાદ કયુઁ હતુ.
આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, રાજયસભા સાંસદ રમીલાબેન બારા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી
બાબુભાઈ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જીલ્લા મહામંત્રી લુકેશ સોલંકી તથા ભાજપના પદાધિકારીઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.