વાલીઓ આનંદો : શેઠ કે ટી હાઈસ્કુલ ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગમાં ધો. ૬ થી ૮ના વિધાથીઁઓને નિ:શુલ્ક શિક્ષણ અપાશે
શિક્ષણ વિભાગની સંબંધિત કચેરીઓ ને જાણ કરાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે ટી હાઇસ્કુલ ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગમાં ધોરણ-૬ થી ૮ની ગ્રાન્ટ ઈન એઈડ તરીકેની માન્યતા પરત લેવામાં આવેલ છે. જેમાં વાલીઓમાં બે દિવસથી આક્રોશ જોવા મળ્યો હતો.
આજરોજ ખેડબ્રહ્મા કેળવણી મંડળની મિટીંગ કરી ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વાલીઓ પાસેથી કોઈપણ જાતની વધારાની ફી લીધા સિવાય નિ:શુલ્ક અભ્યાસ કરાવવા માટેનો સુખ:દ નિર્ણય લઈ ને વિધાથીઁઓનો અભ્યાસ રાબેતા મુજબ ચાલુ રાખવા માટે સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારીને મંડળ દ્રારા લેખિત જણાવેલ છે.
મંડળના ટ્રસ્ટીએ ટાઈમ્સ ઑફ સાબરકાંઠાને જણાવ્યુ કે, શેઠ કે.ટી.હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ચાલુ વષઁ (૨૦૨૪)માં જે વિદ્યાર્થીઓએ ધો.૬-૭-૮ માં એડમીશન લીધુ હોય તે વિદ્યાર્થીઓને એટલે કે ધો.૬ ના વિધાથીઁઓને ધો.૮ સુધી, ધો.૭ ના વિધાથીઁઓને ધો.૮ સુધી અને ધો.૮ ના વિધાથીઁઓને ચાલુ વષઁ સુધી કોઈપણ વધારાની ફી લીધા સિવાય ફક્ત આ શાળામાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને એટલે કે જયાં સુધી ધો. ૮ પાસ ન કરે ત્યાં સુધી અભ્યાસ પૂર્ણ કરાવવાની લેખિત બાંહેધરી આપેલ છે.
ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાની ગ્રાન્ટ ઈન એઈડ તરીકેની માન્યતા શિક્ષણ વિભાગ દ્વારા રદ થયા બાદ વર્ષ-૧૯૭૨, વર્ષ-૧૯૮૨ અને વર્ષ-૨૦૧૨માં જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાઠા દ્વારા મંજૂર કરેલ ધોરણ-૬, ધોરણ- ૭ અને ધોરણ-૮ના અનુક્રમે ૩, ૪ અને ૩ વર્ગો નોન ગ્રાન્ટેડ તરીકે ચલાવવાના રહેશે તેમ જણાવાયુ હતુ. તેમજ સદર વર્ગોમાં તા.૧૧/૦૭/૨૦૨૪ની સ્થિતિએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં સુધી ધોરણ-૮ પાસ ન કરે ત્યાં સુધી રહેશે તેવુ જીલ્લા શિક્ષણાધિકારીએ લેખિતમાં ખેડબ્રહ્મા કેળવણી મંડળને જણાવેલ છે.
વધુમાં શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં ધો.૬ થી ૮ ની ફક્ત ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની માન્યતા રદ કરેલ છે, પણ શાળા અને અભ્યાસ તો રાબેતા મુજબ ચાલુ જ છે તેવુ ટ્રસ્ટીઓએ વધુમાં જણાવેલ કે તા.૧૨ થી આપના બાળકને રાબેતા મુજબ શાળામાં મોકલવા અનુરોધ કરેલ છે.