ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર જ મિટીંગમાં ગેરહાજર…??
મિટીંગમાં અન્ય વિભાગના પ્રતિનિધિઓ હાજર
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
અત્યારે હાલ સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે, જેમાં દેશના દરેક ગામડાઓને પણ આવરી લેવાયા છે. હાલ ગ્રામ્ય કક્ષા પછી શહેરી કક્ષામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ આગમન થઈ શરુ થઈ ગયુ છે.
જેમાં ખેડબ્રહ્મા શહેરમાં પણ તા.૪ જાન્યુઆરીના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવવાની છે. જે અંતર્ગત આજે તા.૩૦ ડિસેમ્બરના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફીસરના અધ્યક્ષપદ હેઠળ બપોરે ૨.૩૦ કલાકે યાત્રા સંદર્ભે દરેક વિભાગ ના પ્રતિનિધિઓ સાથે મિટીંગ રાખેલ હતી. જેમાં મિટીંગના અધ્યક્ષ ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર જ ગેરહાજર રહેતા કુતૂહલ સજાઁયુ હતુ.
હાલ ગ્રામ્ય કક્ષાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયત માં ફરી રહી છે પણ દરેક તલાટી અને સરપંચ અથવા તો વહીવટદાર તેમજ ચુંટાયેલ સભ્યો દ્રારા સખત મહેનત કરી રહેલ જોવા મળી રહ્યા છે.જ્યારે ખેડબ્રહ્મા નગરપાલિકામાં હાલ કોઈ “રણીધણી” ના હોવાથી “રાંમારાજ” જેવુ ચાલી રહ્યુ છે.
તે અંતર્ગત ચીફ ઓફીસરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગંભીરતા સમજી નથી એટલે કે “હોતી હૈ ચલતી હે” સમજી પોતે આજની સંબધીત મિટીંગમાં ગેરહાજર રહ્યા હતા.
આજની મિટીંગમાં ચીફ ઓફીસર કેમ ગેરહાજર રહ્યા છે ? તેવો મિટીંગમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ માં ચણભણાટ થતો જોવા મળ્યો હતો.