ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે છપ્પન ભોગ ધરાવાયો
રાધાકૃષ્ણ મંદિર અને નાગણેશ્વરી મંદિરમાં પણ અન્નકુટ નુ આયોજન

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજે કારતક સુદ પુનમ એટલે દેવદિવાળી હોવાથી આજના પવિત્ર દિવસે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ના શ્રી અંબિકા માતાજીને છપ્પન ભોગ ધરાવાયો હતો
અને વહેલી સવારે મંગળા આરતી માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વરતોલ ચામુંડા માતાજીને ચૌદશના દિવસે અન્નકુટ ધરાવાયો હતો.
ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં માતાજીને વહેલી સવારે મંગળા આરતી સાથે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવતાં અન્નકુટમાં તમામ પ્રકારની મીઠાઈ, શાક, શરબત વિગેરે 156 પ્રકારના વ્યંજનોનો સાથે માતાજીના અન્નકુટ ના
દશઁન કરવા ભક્તો સાબરકાંઠા ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ તથા અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવુ મંદિર ટ્રસ્ટના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યુ હતુ.
યાત્રાળુઓ ને તમામ સુવિધાઓ મળી રહે તે માટે શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટ ના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ સોલંકી, જયંતીભાઈ પટેલ, યોગેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્ય ભટ્ટજી દશરથભાઈ પુરોહીત, જીગરભાઈ અને મંદિરના તમામ કમઁચારીઓ દ્રારા અન્નકુટના આયોજનને સુશોભિત કયોઁ હતો.
આ સાથે યાત્રાધામ ખેડબ્રહ્માના રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ તથા દાતાઓ દ્રારા રાધાકૃષ્ણજીને અન્નકુટ ધરાવાયો હતો
જેમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મંત્રી અમૃતલાલ સુથાર તથા ટ્રસ્ટીઓએ આયોજન કયુઁ હતુ.
જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલ શ્રી નાગણેશ્વરી માતાજીને પણ છપ્પન ભોગ ધરાવાયો હતો. જેમાં પુજારી પ્રમોદભાઈ રાવલ તથા ભક્તોએ અન્નકુટની આરતી ઉતારી હતી.