ગ્રંથપાલનો વય નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા શહેરની શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર અવંતિકુમાર ત્રિવેદીનો વય નિવૃત્તિ વિદાય સમારોહ કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનકુમાર એસ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ખેડબ્રહ્મા તાલુકાની અગ્રણી સંસ્થા શ્રી કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં ૩૪ વષઁથી ગ્રંથપાલ તરીકે ફરજ બજાવનાર રાકેશકુમાર ત્રિવેદીનો વય નિવૃત્તિ વિદાય સમારોહ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ
મંદિરની વાડીમાં યોજાયો હતો. જેમાં હાઈસ્કૂલમાં ફરજ દરમ્યાન તેમણે કરેલ કાયોઁ તથા ગીતા ગ્રંથને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવાની ઝુંબેશ ને વેગ આપ્યો છે સાથે વિધાથીઁઓને મળતા પુસ્તકો ને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેના પ્રયત્નોની આજના તબક્કે નોધ લેવાઈ હતી.
આ સમારોહમાં ઉપાધ્યક્ષ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જાની તથા મુખ્ય મહેમાન તરીકે સાહિત્યકાર અને નિવૃત્ત શિક્ષક જગદીશ ભટ્ટ, નિવૃત્ત શિક્ષક નટવરભાઈ પટેલ, આટઁસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રંથપાલ હરપાલસિંહ ચૌહાણ, સારસ્વત
મિત્ર હરપાલસિંહ રાઠોડ તથા કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ પટેલ, મંત્રી શૈલેષભાઈ મહેતા અને ટ્રસ્ટીઓ, આચાર્ય વિભાષભાઈ રાવલ તેમજ હાઈસ્કૂલના શિક્ષક સ્ટાફ સહીત પરિવારજનો અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.