ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ફરીયાદી – એક જાગૃત નાગરીક
આરોપી-(૧)ગીતાબેન દેહળાજી સોલંકી, સરપંચ, છત્રાલા ગ્રામ પંચાયત તા. ડીસા, જિલ્લો- બનાસકાંઠા.
આરોપી-(ર) દેહળાજી મોબતાજી સોલંકી, સરપંચના પતિ, (પ્રજાજન)
આરોપી-(૩) વિક્રમસિંહ દેહળાજી સોલંકી, સરપંચનો દીકરો, (પ્રજાજન)
આરોપી-(૪) જયપાલસિંહ શાંતીજી સોલંકી, સરપંચના ભત્રીજા, (પ્રજાજન)
ટ્રેપની તારીખ : તા.25/01/2024
ટ્રેપનું સ્થળ :- સરપંચશ્રીના ઘરમાં, ગામ- છત્રાલા ,તા.ડીસા જી. બનાસકાંઠા
આ કામના ફરિયાદીએ છત્રાલા ગ્રામ પંચાયતનું સી.સી.રોડનું રૂ.૫,૦૦,૦૦૦/- નું કામ પુરૂ કરેલ જેના બિલના નાણાનો ચેક ફરિયાદી લેવા જતા આરોપી ન.(૧) થી (૩) નાઓ ભેગા મળી આ કામના ટકાવારી ના બાકી પેટે લાંચ ના રૂ ૪૦,૦૦૦/- માંગેલ અને જે આપેથી ફરિયાદીને ચેક આપવાનું જણાવેલ , જે લાંચ ના નાણા ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયારીએ એ.સી.બી.નો ટોલ ફ્રી પર સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી આરોપી ન. ૧ ની હાજરીમાં તેમના વતી આરોપી નં. ૨ નાઓએ લાંચના નાણાં સ્વીકારી આરોપી ન. ૩ ને આપતા આરોપી ન. ૩ એ આરોપી ન. ૪ ને આ નાણા આપતા આરોપી ન. ૪ એ રૂ.૪૦,૦૦૦/- પેન્ટમાં કમ્મરના ભાગે સંતાડી દીઘેલ અને ટ્રેપ દરમિયાન ચારેય આરોપીઓ પકડાઇ જતાં આગળની કાયઁવાહી હાથ ધરી હતી.
ટ્રેપીંગ અધિકારીઃ –
એન.એ.ચૌધરી, પો.ઈન્સ.,
બનાસકાંઠા એ.સી.બી.પો.સ્ટે., પાલનપુર.
સુપરવિઝન અધિકારીશ્રી :-
શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.