
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
તા.22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે જેની તૈયારીઓ સમગ્ર દેશના લોકો કરી રહ્યા છે. જેના અનુસંધાને સાબરકાંઠા જીલ્લામાં પણ આજથી અક્ષત અને પત્રિકાઓના વિતરણની શરુઆત કરવામાં આવી હતી.
જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરમાં યોજાયેલ કાયઁક્રમમાં એક જ ડ્રેસ કોડમાં સુવણઁકાર સોની સમાજની અંબિકા મહીલા મંડળની બહેનોએ દિપ પ્રગટાવીને અક્ષત તથા પત્રિકાઓનુ પૂજન કરીને
ભગવાન શ્રી રામ ના નારા સાથે ઉત્સવની શરુઆત કરી હતી અને હવે સમગ્ર જીલ્લામાં અક્ષત તથા પત્રિકાનુ વિતરણ કરાશે તેવુ દુગાઁવાહીનીના જીલ્લા સંયોજક
સેજલકુવરબા એ વધુમાં જણાવેલ કે તા.22 ના રોજ સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં દિવાળીની જેમ દિવા પ્રગટાવીને રામોત્સવની ઉજવણી કરાશે.
આ પ્રસંગે અંબિકા મહીલા મંડળની તમામ બહેનો ઉપસ્થિત રહીને રામધૂન કરી હતી.