ખેડબ્રહ્મા શહેરના વહેપારીના ફોન દ્રારા અશ્લીલ ફોટા મુકીને હેકરે ફોન હેક કરી દેતાં ખળભળાટ મચી ગયો
વહેપારીના પુત્રએ સાયબર ક્રાઈમ ના 1930 નંબર પર ફરિયાદ નોધાવી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
રાજ્યમાં દિનપ્રતિદિન ફ્રોડ તથા ફોન હેકની ઘટનાઓ વધતી રહી છે. તેવી જ રીતે ખેડબ્રહ્મા શહેરના એક અગ્રણી વહેપારીના ફોનથી ગૃપમાં અશ્લીલ ફોટા મુકીને કોઈ હેકરે ફોન હેક કરી દેતાં વહેપારીઓ, સમાજ તથા મિત્ર વતુઁળમાં ખળભળાટ મચી જતાં વહેપારીના પુત્રએ સાયબર ક્રાઈમ ના 1930 નંબર પર સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ખેડબ્રહ્મા શહેરના વહેપારીએ જણાવેલ કે અમો ચાર મિત્રો તા.૧૭ ને સોમવારના રોજ એક ધાર્મિક પ્રસંગે ખેડબ્રહ્માથી પોતાની કાર લઈને રાજસ્થાન જવા નીકળ્યા હતા. આબુરોડ આવતાં રેલ્વે સ્ટેશન સામે એક દુકાને પ્રસાદ લેવા માટે ઉભા રહ્યા હતા. તે જ સમયે ખેડબ્રહ્માથી વહેપારીના પુત્રનો ફોન તેના પિતાના મોબાઈલ પર આવ્યો હતો પણ તેના પિતાનો ફોન ગાડીમાં હતો, તેથી સાથી મિત્રને ફોન કરીને તેના પિતાને જણાવેલ કે તમારો ફોન કોઈ હેકરે હેક કયોઁ છે અને ફોટા વિશે જણાવીને ફોટા જલદીથી ડીલીટ કરવાનુ કહ્યુ હતુ. પણ વહેપારીએ ગાડીમાં પડેલ ફોન ચાલુ કરતાં ફોનમાં ઈનકમીંગ ચાલુ હતુ પણ આઉટગોઈંગ બંધ થઈ ગયુ હતુ, સાથે વોટસએપ ઓપન કયુઁ પણ વોટસએપ ઓપન થયુ નહી અને ફોન ઓપરેટ નહી થતાં વારંવાર વોટસએપ બંધ થઈ જતાં વહેપારી સહીત ચારેય મિત્રો ચિંતામાં મુકાઈ ગયા હતા. ફોનના તમામ ફ્યુચર્સ સંપૂર્ણ હેક થતાં કોઈને ફોન પણ કરી શકવા માટે અસમર્થ હતા. વહેપારીએ આબુરોડમાં એક મોબાઈલ રીપેરીંગના કારીગરને ફોન બતાવતાં કારીગરે પણ ફોન હેક થયો છે તેવુ કહ્યુ હતુ પણ કારીગરે તેની આવડત પ્રમાણે દોઢથી બે કલાકની જહેમત બાદ તમામ જરુરી ડેટા, વોટસએપ તથા જરુરી બધુ જ અનઈન્ટોલ કરીને ફોન રીસેટ કરીને ફોન ચાલુ કરી આપ્યો હતો ત્યારે વહેપારી તથા સાથી મિત્રોમાં હાશકારો થયો હતો.
ખેડબ્રહ્મા શહેરમાં અગ્રણી વહેપારી તરીકે અને સમાજમાં સારી નામના ધરાવતા હોવાથી ફોન રીપેર થયા બાદ ત્રણ કલાકમાં ચારસો ઉપરાંત ફોન રીસીવ કરીને વાયરલ થયેલ અશ્લીલ ફોટાઓ વિશે તમામને ટૂંકમાં સમગ્ર ઘટનાની જાણ કરતાં ગૃપના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ કયા કારણોસર ફોન હેક કરવામાં આવ્યો તેનુ રહસ્ય હજુ અકબંધ રહ્યુ છે.
જ્યારે વહેપારીના પુત્રએ સમયસૂચકતા વાપરીને સાયબર ક્રાઈમના ૧૯૩૦ નંબર પર તેના પિતા સાથે બનેલી સમગ્ર ઘટના અંગે જાણ કરીને ફરિયાદ નોધાવી હતી. હાલ આ સમગ્ર ઘટના ખેડબ્રહ્મા શહેરમાં ટોક ઑફ ધી ટાઉન બની રહેતાં શહેરના લોકોમાં પણ આવી ઘટના આપણી સાથે તો નહી બને ને ? તેવો ભય સતાવી રહ્યો છે.