પાણી પુરવઠો

આજે તા.10 મે એટલે વિશ્વ જળસંપત્તિ દિવસ : ગુજરાત પાણી પુરવઠા વિભાગ ખેડબ્રહ્માનુ સન્માન કરવુ જોઈએ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

આજે તા.10 મે એટલે આજના દિવસને વિશ્વ જળસંપત્તિ દિવસ તરીકે ઉજવણી થાય છે. 

હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે એટલે જીવ માત્રને વધારે માત્રામાં પાણી જોઈએ જ. 

જ્યારે આજના દિવસને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડઁ વિવિધ સ્લોગનો દ્રારા એટલે કે “પાણીને બચાવો, પાણી તમને બચાવશે”, “પાણીના એક એક ટીપાનો કરકસરથી ઉપયોગ કરો” વિગેરે વિગેરે નો સુત્રોચ્ચાર (હવે કોઈ સુત્રોચ્ચાર કરતુ નથી સાહેબોને શરમ આવે છે) નાઈટ ડ્રેસમાં (કપડાંને ઈસ્ત્રી ભાગી ના જાય એટલે) જ પ્લેકાડઁ દ્રારા રેલી યોજીને પાણીનુ મહત્વ સમજાવશે. પછી રેલીમાં જોડાયા હોય તે બધાને અડધો કપ ચા પીવડાવીને આભાર વ્યક્ત કરશે અને સાહેબો પોતાની ચેમ્બરમાં ગરમ નાસ્તો, મિનરલ પાણીની બોટલ ( બેકટેરીયા રહિત) નુ પાણી પીને મીટીંગમાં “થાકી ગયા” નો અહેસાસ કરશે. ત્યારબાદ સાજે 6 : 10 પહેલાં (કારણ કે રેલી માટે વહેલા આવ્યા હોય એટલે) ઘર ભણી જાશે.

પણ અહી વાત અલગ છે…. 

જો તમારે પાણી બચાવવુ જ હોય તો સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર થી થોડે જ દૂર પૂવેઁ પરોયા જવાના રસ્તા પર નાયરા પેટ્રોલ પંપની સામે નાળીયામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વિભાગ હસ્તકનો એક પાણી નો વાલ્વ મુકેલ છે જેમાંથી આગળ પાણી મોકલવા માટે આ લાઈનમાં ચોવીસ કલાક પાણી ચાલુ હોય છે. પણ આ વાલ્વમાંથી 24×7 એટલે કે 365 દિવસ પાણી

નકામુ બહાર નીકળી રહ્યુ છે એટલે કે આ વાલ રીતસરનો લીકેજ છે અને આવતાં જતાં લોકોને પણ ખબર છે. જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્રારા વાલ ઉપર થાગડ થીગડ કરીને સાહેબો દ્રારા પાણી ને રોકવાનો પ્રયત્ન કરાયો છે અથવા તો પ્રજાને મુખઁ બનાવવાનો પ્રયાસ કરાયો છે. એટલે આ કચેરીનુ સન્માન થાય તો… 

પાણી, અગ્નિ અને પવન તો તેની જગ્યા કરી લે છે. પણ આ વાલનુ ખરેખર રીપેરીંગ કરાશે કે બદલાશે ? આ વાલ બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્વવસ્થા બોડઁની કચેરી સેવા સદન બીજો માળ ખેડબ્રહ્માના નાયબ કાયઁપાલક ઈજનેર

એમ.એ.વોરાનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કયોઁ હતો પણ વોરાએ ફોન રીસીવ ના કરતાં તેજ કચેરી ના વડા એમ.એ.પટેલ નો ટેલીફોનીક સંપર્ક થયો હતો પણ હુ વાત કરુ તે પહેલાં જ શુક્ર, શનિ અને રવિવારની રજાનુ ગીત ગાયુ હતુ. ટૂંકમાં કોઈ સાહેબોએ વાત સાંભળવાની તસ્દી લીધી ન હતી.

પછી વિશ્વ જળસંપત્તિ દિવસને કરવાનુ શુ ?

પાણી શુ છે ? તે પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના અંતરીયાળ તેમજ વડાલી નગરપાલિકાની વિસ્તારની પ્રજાને જ ખબર હશે.

ખેડબ્રહ્મા નગરપાલિકાની માલીકીના લગભગ 7 કુવા છે પણ હવે તેમાંથી તો કેટલાક કુવાના પાણી ગરમીથી સુકાવા લાગ્યા છે અને આગળ સમય જતાં ધરોઈ ડેમના પાણીનો સહારો લેવો પડે તો નવાઈ નહી….

સાબરકાંઠા જીલ્લામાં દૈનિક 73 MLD પાણીની જરુરીયાત છે પણ તેની સામે 8 MLD પાણી જીલ્લા વાસીઓને પ્રાપ્ત થઈ રહ્યુ છે. જ્યારે આવનારા દિવસોમાં 80 ટકા માનવ માત્ર પીવાના પાણી માટે વલખા મારશે તેવી પરિસ્થિતિની સંભાવના છે.

એટલે જ પાણી બચાવવા માટે પરોયા રોડ પરનો વાલ્વ રીપેરીંગ થાય તેવી લોક માગણી છે.

Related Articles

Back to top button
error: Content is protected !!