Blog

આજે ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે

કમળની સવારી પર બિરાજમાન માતાજી

સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે મહામેળો પણ ભરાયો હતો. માતાજી આજે કમળની સવારી પર બિરાજમાન થયા હતા.

ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો લગાવી હતી.

મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ડિસ્પ્લે સહિતની વિવિધ તૈયારીઓ કરતા આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માઁ જગદંબાના દર્શન કરી

ધન્યતા અનુભવી રહ્યા હતા. સાથોસાથ ચૈત્રી પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભકતો માટે દર્શનનુ વિશેષ મહત્વ હોય છે જેથી આ પુનમે પણ પદયાત્રીઓ પગપાળા આવ્યા હતા. 

ખેડબ્રહ્મા અંબાજી માતાજીના દશઁન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દશઁનાથીઁઓ આવ્યા હતા.

ચૈત્રી પુનમના મહામેળાની તૈયારીઓ માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ, ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકી, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર તથા કમઁચારીઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી.

Related Articles

Back to top button
error: Content is protected !!