આજે ભાદરવી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી માતાજીના દશઁને ભક્તોનુ ઘોડાપુર
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે ભાદરવી પૂનમ નિમિત્તે જગત જનની માઁ જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે
સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા છે તેમજ મંદિર ટ્રસ્ટ દ્રારા ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી.
ભાદરવી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે તેમજ આરતી નો લાભ લેવા માટે લાઈનો લગાવી હતી તેમજ મોટી સંખ્યામાં
દર્શનાર્થીઓ માઁ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવેલ કે ભક્તજનો માટે રાહતદરે ભોજનની વ્યવસ્થા સાથે માતાજીના દશઁન પણ શાંન્તિથી થઈ શકે તેવુ આયોજન કરાયુ છે. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં આશરે ૮ લાખ જેટલા ભક્તોએ દશઁનનો લાભ લીધો હતો સાથે ૪૦૦ સંઘ, ૫ હજાર ધજાઓ ચડાવાઈ હતી. ૧૯૦ ડબા ચોખ્ખા ઘી નો મોહનથાળ નો પ્રસાદ ભક્તોએ ખરીધો હતો અને પાચ દિવસમાં ૧૫૦૦ કિલો ફુલથી માતાજી ને મંદિરનો શણગાર કરાયો હતો.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહજી રાઠોડ, ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ સોલંકી, જયંતીભાઈ પટેલ, પરશોત્તમભાઈ પટેલ ખડેપગે રહીને તમામ સુવિધાઓ સાથે કેટલાક હોલમાં રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા પુરી પાડી હતી.
ભાદરવી પૂનમ નિમિત્તે મોટાભાગના પગપાળા જતા માઈ ભકતો માટે ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહત્વ હોય છે ત્યારે આજના દિવસે મા અંબે ના દર્શનના વિશેષ મહિમા સાથે આવનારી નવરાત્રિમાં પોતાના ગામ અને ઘરે પધારવા આમંત્રણ આપવા માટે આવતા હોવાનુ મહાત્મ્ય હોય છે.
કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે ઈડર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માગઁદશઁન હેઠળ ખેડબ્રહ્માના પોલીસ ઈન્સ્પેકટર ડી.આર પઢેરીયા દ્રારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ હતો.