ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાત પ્રદેશ ભાજપ અને સાબરકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી એ આજે 25 જુલાઈ ગુરુવાર ના રોજ “કારગીલ વિજય દિવસ ” નિમિતે ઠેર ઠેર મશાલ રેલી યોજાઈ હતી.
જે નિમિતે આજે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્રારા વિશાળ મશાલ રેલી શહેરના સરદાર ચોક થી શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ
હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ અને તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી મીનાબેન જોષી, શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ સહીત તમામ ચૂંટાયેલા જીલ્લા
અને તાલુકા પંચાયતના સદસ્યો , પૂર્વ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો અને પાર્ટીના તમામ કાર્યકરો આ મશાલ રેલીમાં જોડાયા હતા.