ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ અધિકારીઓની તાલીમ યોજાઈ
જીલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રના પ્રિસાઈન્ડીંગ અને મદદનીશ પ્રિસાઈન્ડીંગ અધિકારીઓની બેઠક દિવસમાં ચાર સેશનમાં શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં તાલીમ યોજાઈ હતી.
સાબરકાંઠા જીલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી નૈમેષ દવેની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બે દિવસીય તાલીમ માં બે હજાર પ્રિસાઈન્ડીંગ અને મદદનીશ
પ્રિસાઈન્ડીંગ ઓફીસરોની તાલીમ યોજાઈ હતી જેમાં માસ્ટર ટ્રેનર દ્રારા પ્રેઝન્ટેશન થકી ચૂંટણી પ્રક્રિયાની માહીતી આપી હતી.
સાબરકાંઠા જીલ્લામાં લોકસભાની ચૂંટણી આત્મવિશ્વાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જીલ્લા કલેક્ટર નૈમેષ દવેએ તાલીમમાં ઉપસ્થિત અધિકારીઓને સુચારુ આયોજન માટે જરુરી માગઁદશઁન આપ્યુ હતુ.
આ સાથે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી.પટેલ, ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકા મામલતદાર તથા અન્ય કમઁચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.