પૂર્વ મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીને શ્રધ્ધાંજલી અપાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીની પુણ્યતિથી ના દિવસે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ દ્રારા શ્રધ્ધાંજલી તથા તિથી ભોજન આપવામાં આવ્યુ.
વીસ વષઁ પહેલાં સ્વ.અમરસિંહ ચૌધરીનુ તા.૧૫ ઓગષ્ટ ના રોજ નિધન થયુ હતુ. સ્વ.અમરસિંહ ચૌધરીની કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગણતરી થતી
હતી. ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ દ્રારા ડૉ.તુષાર ચૌધરીના ભક્તિનગર સ્થિત કાયાઁલય પર શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને રેલ્વે સ્ટેશન નજીક આવેલ પ્રવાસી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથી ભોજન પણ અપાયુ હતુ.
આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસના પ્રમુખ અમીત શમાઁ, ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી.ડી.સોલંકી, પૂર્વ ઉપપ્રમુખ ગોપાલ રાવલ, લીલાબેન
ડાભી, નરેન્દ્રસિંહ ચૌહાણ સહીત કોંગ્રેસ કાયઁકરો અને પ્રવાસી આશ્રમશાળાના સંચાલક ક્ષિતિજભાઈ નંદુગુરુ દવે, આચાર્ય તથે કમઁચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.