₹ 9 કરોડના ટેન્ડરની લ્હાયમાં વિજય સિનેમા વિસ્તાર પાણી વગર રહ્યો
કોન્ટ્રાક્ટરની ભૂલ કે નગરપાલિકાની ?

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ નવી ટાંકીઓ બનાવવી, સંપ બનાવવા, ડીઆઈ લાઈન, નાના નવા પાણી કનેકશન આપવા
વિગેરે થઈને ₹ 9 કરોડનુ ટેન્ડર ઊંઝા સ્થિત જય કોપોઁરેશનને પાસ થયેલ છે. જયારે ₹ 9 કરોડની લ્હાયમાં છેલ્લા બે દિવસથી વિજય સિનેમા વિસ્તાર ખરા ઉનાળામાં પાણી વગર રહ્યો હતો.
મળતી માહીતી મુજબ કચ્છી સમાજવાડી સામે પાણીની નવી ટાંકી બનાવી છે તેનુ પાણી સ્ટેશન રોડ, વિજય સિનેમા વિસ્તાર, કચ્છી સમાજવાડીના સામેનો વિસ્તાર, શેઠ કે.ટી.હાઈસ્કૂલ ની પાછળનો વિસ્તાર
વિગેરે જગ્યાએ પાણી આપવા માટે નવી પાઈપ લાઈન શીતલ ચોકમાં જોઈન્ટ આપ્યો હતો તે દરમિયાન તો સમજાય કે પાણી નથી જ આવવાનુ, પણ કોન્ટ્રાક્ટરની ભૂલ ગણવી કે નગરપાલિકાની ? મુખ્ય
જોઈન્ટ આપી દીધા બાદ મેઈન રોડનો તમામ ખાડો પૂરી દીધો હતો. પણ જ્યારે આજે પાણી આપવામાં આવ્યુ ત્યારે અંદરના વિજય સિનેમા વિસ્તારમાં પાણી પહોચ્યુ જ નથી…!!
પછી તપાસ કરતાં ખબર પડી કે મુખ્ય લાઈનમાંથી વિજય સિનેમા વિસ્તાર બાજુ જતી પાણીની લાઈનનો જોઈન્ટ આપવાનો જ બાકી રહી ગયો હતો અને જય કોપોઁરેશનના સુપરવાઈઝર ના આદેશથી લાઈનની કામ પૂર્ણ થયુ છે તેથી તમામ ખાડો પૂરી દીધો હતો.
જ્યારે આવા જાહેર હીતનુ કામ ચાલતુ હોય ત્યારે ખરી ગરમીમાં નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફીસર એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને સ્થળ પર આંટો મારવો જરુરી છે નહી કે ફક્ત ટેન્ડરનુ બીલ ચુકવવા ઓફીસમાં બેસવુ જરુરી નથી. આવી ગંભીર ભૂલ માટે સ્થાનિક રહીશોએ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને જવાબદાર ઠેરવ્યા હતા.