ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
હાલ ગરમીનુ જોર ઘટયુ છે પણ થોડા દિવસ પહેલાં 44 ડીગ્રીની આસપાસ હતી ત્યારે તે સમયે ખેડબ્રહ્મા નગરપાલિકાની માલીકીના 6 કુવા આવેલ છે. જેમાં પાણીના તળ નીચે જતાં નગરપાલિકા વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે. જો હજુ વરસાદ સમયસર નહી આવે તો આવનારા દિવસોમાં ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શક્યતાઓ છે.
ખેડબ્રહ્મા નગરપાલિકાની માલીકીના છ કુવા આવેલ છે જેમાં ગલોડીયાના – 3, વીર બાવજી મંદિર પાસે – 1, સ્મશાન પાસે – 1 અને નીચી ધનાલ ખાતે – 1 એમ છ કુવા આવેલ છે. ગરમીના કારણે આ છ એ છ કુવામાં પાણીના સ્ત્રોત ઘટી જતાં હાલ ટાંકી ભરાતાં સમય જાય છે. જો હજુ વધુ ગરમી પડશે તો હયાત પાણીના સ્ત્રોત પણ ઘટવાની શક્યતાઓ છે. હાલના સમયમાં ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરુ પાડવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઈડર કચેરી દ્રારા ધરોઈ ડેમમાંથી પાણી લેવામાં આવો રહ્યુ છે તેમાંય અંદાજીત 3 MLD પાણીની જરુરીયાત સામે 1 MLD જ પાણી મળી રહ્યુ છે. જેમાં 1 હજાર લીટરે રુ. 4.75 પૈસાના દર થી છેલ્લા ત્રણ માસથી પાણી મેળવી રહ્યા છીએ તેવુ પાણી વિભાગના જુજારસિંહ ચાવડાએ વધુમાં જણાવેલ કે ધરોઈ ડેમથી પાણી મેળવવા માટે એક મોટર ધરોઈ ડેમ પર અને બીજી મોટર વડાલીના નવા નગર ખાતે મુકેલ છે જેમાં કોઈક દિવસ વીજ કાપ હોય કે ટેકનીકલ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ખેડબ્રહ્મા નગરપાલિકાને પાણી મળવુ મુશ્કેલ થઈ જાય છે. હાલના સમયમાં પાણી આપવા માટે પુરતા ટાંકા ભરવામાં વિલંબ થતાં ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના દરેક એરીયા વાઈઝ પાણી આપવાના સમયથી બે થી અઢી કલાક પાણી મોડુ અને ધીમી ધારે આવે છે જેથી આમ જનતા પણ પાણીની હાલની સમસ્યાથી ત્રસ્ત આવી ગઈ છે.
જયારે નગરપાલિકાના ચીફ ઓફીસર સાવન રતાણીએ જણાવ્યુ હતુ કે, જો હજુ ગરમી આ રીતે એકધારી પડશે અને વરસાદ સમયસર નહી આવે તો આવનારા દિવસોમાં પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો રહ્યો એટલે હાલના સમયમાં પાણીનો જરુરીયાત મુજબ વપરાશ કરવો તથા કરકસરથી ઉપયોગ કરવા માટે નાગરીકોને અનુરોધ કર્યો છે.