ખેડબ્રહ્મા શહેરમાં કયાં કયાં ગણેશોત્સવ ઉજવાયો
આવતીકાલે પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરાશે
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
હાલ ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. ગણેશોત્સવ માં પણ હવે કેટલીક જગ્યાએ ગરબાએ સ્થાન લીધુ છે સાથે અનેક સાંસ્કૃતિક કાયઁક્રમ, ડાયરો, ભજન તથા છપ્પન ભોગ જેવા કાયઁક્રમ યોજાયા હતા.આ રીતે જોતજોતામાં આવતીકાલે તો કેટલીક જગ્યાએ આજે ગણપતિ વિસર્જન કરવામાં આવશે.
ખેડબ્રહ્મા શહેરમાં ગણેશોત્સવ ક્યાં ક્યાં ઉજવાયો ?
શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર
મૂર્તિના દાતા :- નારાયણભાઈ પ્રજાપત
માણેક ચોક
મૂર્તિના દાતા :- સુમીત હસમુખભાઈ રાવલ
જૂની હોટલ રઘુછાયા પાછળ
મૂર્તિના દાતા :- ભવાનસિંહ વાઘેલા
નવા મારવાડા
મૂર્તિના દાતા :- હસમુખભાઈ એસ ગામોટ
બ્રહ્માજી ચોક
મૂર્તિના દાતા :- સતીષકુમાર આર પટેલ
નવા ચાંપલપુર
મૂર્તિના દાતા :- અશ્વિનકુમાર એસ જોષી
સુરતી કંપા
મૂર્તિના દાતા :- નિલકુમાર પી પટેલ
આ સાથે ભક્તિનગર, સરદાર ચોક, હનુમાનજી મંદિર, સાંઈવીલા સોસાયટી સહીત અનેક સ્થળોએ તથા હર ઘર માં પણ બે દિવસથી દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરીને ભક્તો સેવા મગ્ન થયા હતા.
આવતીકાલે ગણેશ વિસર્જન સમયે ખેડબ્રહ્મા પોલીસ વિભાગ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે સાથે નદીમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે પોલીસ ઈન્સ્પેકટર ડી.આર. પઢેરીયા તથા પી.એસ.આઈ એ.વી.જોષીએ સાથી પોલીસ કમીઁઓને માહિતગર કયાઁ હતા.