Blog
સાબરકાંઠા જીલ્લામાં આજે કયા ઉમેદવારે ફોર્મ ભયાઁ ?
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર નૈમેષ દવે સમક્ષ પણ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા.
જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર
શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ.
જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ
તેમના ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ કલેક્ટર નૈમેષ દવેને પોતાનુ નામાંકન પત્ર રજૂ કયુઁ હતુ.
આ સાથે અન્ય ઉમેદવારોએ પણ કલેક્ટર નૈમેષ દવેને પોતાના નામાંકન પત્ર રજૂ કયાઁ હતા.