ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ અને ચંદીગઢના પ્રભારી એવા વિજય રુપાણી તેમના પરિવાર સાથે અંબાજી માઁ જગદંબાના દશઁન કરવા ગયા હતા.
અંબાજીથી પરત ફરતાં વડાલી રેલ્વે ફાટક પાસે આવેલ ભગીરથ શાક માર્કેટમાંથી એક સામાન્ય નાગરીકની જેમ વિજય રુપાણીના પત્ની અંજલીબેન રુપાણી અને તેમના પુત્રવધુએ શાકભાજી ખરીધા હતા.
છૂટક શાકભાજીનુ વેચાણ કરતા મુકેશભાઈ સગરે જણાવેલ કે દરેક વહેપારી પાસે સવાર સવારમાં એક સરખુ શાકભાજી હોવા છતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના પત્ની અંજલીબેન રુપાણીએ એક નહી પણ ચાર થી પાંચ વેપારીઓ પાસેથી શાકભાજી ખરીદતાં શાકભાજીના વહેપારીઓ પણ અચંબામાં પડી ગયા હતા આવા વીઆઈપી વ્યક્તિઓ અમારા જેવા છૂટક વહેપારીઓ પાસેથી શાકભાજી જેવી વસ્તુ લેવા આવે તે અમારા માટે ભાગ્યની વાત છે.
શાકભાજી ખરીદવા માટે તેમના સમગ્ર કોન્વોય નો કાફલો રોડની બાજુમાં ઉભો હતો જેથી જતા આવતા રાહદારીઓ પણ આશ્ચર્ય ચકિત થતા જોવા મળ્યા હતા.
આ વીઆઈપી નેતા ના ઘરમાં બધો જ સ્ટાફ હશે, પણ વિજય રુપાણીના પત્ની અંજલીબેને જાતે શાકભાજી ને વીણવાની, ખરાબ શાકભાજી સાઈડ પર ટાળી દેવુ, શાકભાજીના ભાવ પુછવા વિગેરે સાથે કોથમીરની ખરીદી કરીને એક અનેરો આનંદ મેળવ્યો હતો.