કોની જવાબદારી ???

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ખેડબ્રહ્મા શહેરના હાર્દ સમા એવા શિતલ ચોકમાં આજે બપોરે એક ટ્રકને વાસણા રોડથી બજાર તરફ વળાંક લેવા માટે ઘણી કસરત કરવી પડી હતી. પણ સામે બે ફોર વ્હીલર ના માલીકો પોતાની ગાડીઓ રોડ પર જ મુકીને કોઈક દુકાનમાં ખરીદી કરવા બેઠા હશે પણ નડતર રુપ ફોર વ્હીલર હટાવવા કે આઘીપાછી કરવાની કોઈ જ તકલીફ ન લેતાં બંને બાજુ વાહનોની મોટી કતાર લાગતાં ટ્રાફિક જામ થતાં વાહનચાલકો તેમજ દુકાનદારો પણ તંગ આવી ગયા હતા. સાથે મોટી ટ્રકોને પણ સવારથી સાંજ માટે શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જરુરી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ફક્ત વાહનોથી જ ટ્રાફિક નથી વધતો તેના પાછળ અનેક સંસાધનો પણ જવાબદાર છે જે ઉડીને આંખે વળગે છે.
આવી રોજબરોજ ની ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ કંઈ કચેરી લાવશે ?
ખેડબ્રહ્મા નગરપાલિકા કે પોલીસ વિભાગ ?
જો બંને કચેરીઓ ટ્રાફિક સમસ્યા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરે તો તેનો ઉકેલ આવી શકે છે.