ભ્રષ્ટાચાર

બ્રહ્માજી, શિવાજી અને સ્વામી વિવેકાનંદ કેમ ભૂલાયા ?

સાઈન બોડઁની સંખ્યા વધારીને કયોઁ દેખીતો ભ્રષ્ટાચાર

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ખેડબ્રહ્મા શહેરમાં નવીન ડામર રોડના કામ સાથે બમ્પ, સાઈન બોર્ડ, રોડ વચ્ચે પટા સહીત રોડને લગતા તમામ કામનુ ટેન્ડર એક સાથે કોન્ટ્રાક્ટર આપ્યો હતો, જેમાં ડિસેમ્બર ૨૦૨૨ માં વિધાનસભાની ચૂટણીનુ પરિણામ આવ્યુ હતુ તેના બીજા જ દિવસથી ખેડબ્રહ્મા શહેરમાં ડામર રોડ બનાવવાનુ કામ શરુ કરી દેવામાં આવ્યુ હતુ. ડામર રોડનુ લેવલ ના જળવાતાં શહેરમાં પહેલાં કરતાં અનેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા છે અને પોતાના ઓટલા આગળ ડામર રોડ ઉપર પાણી ના ભરાય તે માટે વહેપારીઓને સીમેન્ટના પડ ચડાવવાનો વારો આવ્યો છે, હજુ તો શહેરના મુખ્ય ચાર રસ્તા પર બમ્પ મુકવાના બાકી છે…. ખેર એ તો બધુ શહેરના નાગરીકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

પણ મહત્વની વાત તો એ છે કે ખેડબ્રહ્મા શહેરમાં બહારથી કોઈ આવે તો તેને ક્યાંય જવુ હોય તો નગરપાલિકાએ લાખોના ખચઁથી સાઈન બોર્ડ લગાવેલ છે જેમાં….

પ્રથમ તો સિવિલ રોડ અને સરદાર પટેલ રોડની વચ્ચે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલ આવેલ છે. પણ બંને મેઈન રોડ પર “સ્વામિ વિવેકાનંદ હોલ” નુ દિશા સૂચક બોડઁ કેમ નથી લગાવ્યુ ? સ્વામી વિવેકાનંદ કેમ ભૂલાયા ? બ્રહ્માજી કેમ ભૂલાયા ? બાળકો માટેનો શિવાજી ઉધાન કેમ ભુલાયો ? જ્યારે દરેક સ્થળ માટે અલગ અલગ બોડઁ કેમ લગાવ્યા છે ? એક બોડઁમાં ચાર થી પાંચ સ્થળના નામ લખી શકતા ન હતા ? અલગ અલગ સાઈન બોડઁ લગાવવાની શી જરૂર હતી ? ખેડબ્રહ્મા શહેરમાં ટ્રાફિકની વચ્ચે અલગ અલગ સાઈન બોર્ડ લગાવીને ટ્રાફિકમાં પણ વધારો કરેલ છે.

નવા બોડઁ લગાવ્યા બાદ જૂના બોડઁ કાઢવાની ફુરસત ક્યારે મળશે ? કે પછી તેમાં પણ ટકાવારી નક્કી થાય પછી હટાવાશે ?

આવા અનેક પ્રશ્નો દરેક નાગરિકને સતાવી રહ્યા હશે… જેમ કે…

 

શ્રીયાદેવી ચોક :- હરગોવિંદદાસ ચોક એક જ નામ લખ્યુ છે, પણ તેમાં શેઠ કે.ટી.હાઈસ્કૂલ, કાશીવિશ્વનાથ મંદિર, બ્રહ્માજી મંદિર લખી શકતા હતા…

મુખી માકેઁટ પાસે :- રેલ્વે સ્ટેશન એક જ નામ લખ્યુ છે, પણ તેમાં સરદાર ચોક, માકેઁટ યાર્ડ, બેંકોના નામ લખી શકતા હતા…

મુખી માકેઁટ સામે :- આ બોડઁમાં હરગોવિંદદાસ ચોક, વાસણા રોડ અને જનરલ હોસ્પિટલ એમ ત્રણ નામ લખેલ છે… પણ આ બોડઁમાં વાસણા રોડ નો એરો જોઈને બહારના લોકો રેલ્વે સ્ટેશન રોડ તરફ જતા રહે છે.

સંઘ આગળ અલગ અલગ બોડઁ છે :- SBI અને LICનુ એક જ બિલ્ડીંગ છે તેમ છતાં અલગ અલગ બોડઁ કેમ લગાવ્યા છે ? તેની અંદર સ્વામિ વિવેકાનંદ (ભૂલાયા) હોલ લખી શકતા હતા…

જનરલ હોસ્પિટલનુ બોડઁ :- આ બોડઁ હોસ્પિટલના દરવાજા પાસે લગાવવાને બદલે બોડઁ જોઈને ઘણા વાહનો હોલ બાજુ જતા રહે છે તે પરત આવીને હોસ્પિટલમાં જાય છે…

પટેલ મેડીકલ આગળનુ બોડઁ :- આ બોડઁમાં રેલ્વે સ્ટેશન લખેલુ છે પણ રેલવે સ્ટેશન અને આ બોડઁ વચ્ચે માંડ ૨૦ મીટર નુ અંતર હશે તેમ છતાં રેલ્વે સ્ટેશન આગળ જ ફરીથી બોડઁ લગાવેલ છે. આ બોડઁ માં એરો મારીને હરણાવ નદી, શેઠ કે.ટી.હાઈસ્કૂલ, વાસણા રોડ લખવાની જરુર હતી. સાથે આ બોડઁ માં સુભાષ પોળ નુ નામ કેમ ભૂલાયુ ?

ગણેશ સોસાયટી :- જવા માટે બાલ મંદિર આગળ બોડઁ લગાવેલ છે, ત્યાંથી આગળ જતાં કાશીવિશ્વનાથ મદિર, ગાયત્રી મંદિર માટે અલગ અલગ બોડઁ લગાવેલ છે. (આ જગ્યાએ નજર કરશો, માંડ ૫૦ મીટરમાં ત્રણ બોડઁ લગાવેલ છે) પણ ગણેશ સોસાયટી, કાશીવિશ્વનાથ મંદિર, ગાયત્રી મંદિર એરો મારીને બ્રહ્માજી મંદિર, હરણાવ નદી, શિવાજી ઉધાન બધુ એક જ બોડઁમાં લખી શકતા હતા…

સરદાર ચોક :- આ બોડઁમાં ભક્તિનગર, સિગ્નલ કંપો, હરજીપુરા લખી શકતા હતા..પણ કેમ ભૂલાયા ? આ બોડઁની પાછળ જુનુ બોડઁ હયાત છે તે ક્યારે હટાવાશે ?

વાસણા રોડ :- આ રોડ પર લગભગ ૯ રોડ આવેલા છે ત્યાં રોડ નંબર અપાયા નથી, ફક્ત સોસાયટીઓના નામ અપાયા છે.

સાઈન બોર્ડ બાબતે તો અસંખ્ય ભૂલો છે… પણ કોના બાપની દિવાળી ?

ચીફ ઓફીસર અને વહીવટદાર સાઈન બોર્ડ બાબતે શુ વિચારશે ? તે જોવુ રહ્યુ…. કે ખેતરની વાડ જ ચીભડાં..

પણ… ના, બોડઁની સંખ્યા વધે તો લોખંડનુ વજન વધે, વજન વધે તો….. !!!

Back to top button
error: Content is protected !!