ખેડબ્રહ્માના સરદાર શોપીંગ સેન્ટરમાં જાહેર મુતરડી ચાર વર્ષથી કેમ બંધ છે ?
વહેપારીઓ તથા ગ્રાહકોને પારાવાર મુશ્કેલી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં આવેલ નગરપાલિકા સંચાલિત સરદાર શોપીંગ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી જાહેર મુતરડી બંધ કરવામાં આવેલ છે. જેથી આજુબાજુના વહેપારીઓ તથા બહારથી આવતા ગ્રાહકોને મુતરડી વગર કયાં જવુ ? તે એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં ચીફ ઓફિસરને પણ વારંવાર રજૂઆત કરેલ છે પણ કોઈ સાંભળતુ નથી.
વષઁ 2003 – 2004 માં IDSMT યોજના અંતર્ગત લાખોના ખચઁથી સરદાર શોપીંગ સેન્ટર બનાવેલ છે. જે વખતે શોપીંગ સેન્ટર બનાવવાનુ ચાલુ કરેલ હતુ તે વખતે એન્જીનીયર પ્લાનમાં મુતરડીનો સમાવેશ કરેલ હતો અને મુતરડી ચાલુ પણ હતી. પણ કયા કારણોસર છેલ્લા ચાર વર્ષથી મુતરડી બંધ કરવામાં આવેલ છે ? કોના ઈશારે બંધ કરાઈ છે ? કે નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરે છે ? વિગેરે પ્રશ્નો વહેપારીઓ સમક્ષ ઉભા થયા છે. મળતી માહીતી મુજબ નગરપાલિકા તંત્રએ આ મુતરડીનુ રીનોવેશન થયાને ઘણો સમય થયો છે પણ કયારે ચાલુ થશે ? તેવો પ્રશ્ન સરદાર ચોકમાં ચચાઁઈ રહ્યો છે.
આ બાબતે સરદાર ચોકના વહેપારીઓએ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરતાં ચીફ ઓફિસર સાવન રતાણી અને એન્જીનીયર કિરણ પટેલે મુતરડી ચાલુ કરવા માટે એક વર્ષ પહેલાં મોટા ઉપાડે જોવા
આવ્યા હતા અને વહેપારીઓ સાથે વાતાઁલાપ કરીને મુતરડી સત્વરે ચાલુ થાય તેવી ખાત્રી આપ્યાને પણ એક વર્ષ જેટલો સમય વિતી ગયો છે પણ હવે સરદાર શોપીંગ સેન્ટરની મુતરડી ચાલુ કરવા માટે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી કયારે બહાર આવશે અને શુ કરે છે તે જોવુ રહ્યુ.
વધુમાં સરદાર શોપીંગ સેન્ટરના પાછળના ભાગે સરદાર પટેલ શાક માર્કેટ આવેલ છે તેનુ ઉદઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001 માં કરેલ છે આ શાક માર્કેટમાં આવેલ મુતરડીનો ઉપયોગ મહીલો માટે થતો હતો પણ શોપીંગ સેન્ટરની મુતરડી બંધ થતાં પુરુષો શાક માકેઁટની મુતરડીનો ઉપયોગ કરતાં મહીલાઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે.
ખેડબ્રહ્મા શહેર એ તાલુકા મથક હોવાથી બહારગામથી મોટા પ્રમાણમાં ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે તેથી પુરુષો – મહીલાઓ તેમજ સરદાર ચોકના પાંચસો જેટલા વહેપારીઓ માટે મુતરડી એક મોટી સમસ્યા બની રહી છે. જ્યારે કોઈ સરકારી કે રાજકીય કાયઁક્રમ હોય કે વિરોધ પ્રદર્શન કરવા માટે સરદાર ચોકમાં યોજાય છે જેથી સરદાર શોપીંગ સેન્ટરના વહેપારીઓએ ચીફ ઓફિસરની મુલાકાત દરમ્યાન જણાવેલ કે સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીના વિચારોને ક્યારે અનુસરસે ? નગરપાલિકા તંત્ર મુતરડી ચાલુ કરવામાં ગલ્લાં તલ્લાં કરશે તો સાબરકાંઠા જીલ્લા કલેક્ટર અને રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવશે.