વિશિષ્ટ સમાચાર
યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં દેવ દિવાળીએ છપ્પન ભોગ ધરાવાશે
મંગળા આરતી સવારે ૬ : ૩૦ કલાકે અને અન્નકુટ દર્શન સવારથી બપોરે ૧ કલાક સુધી

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
તા.૨૭ નવેમ્બર સોમવારના રોજ કાતઁકી પૂનમ અને દેવદિવાળી હોવાથી તે દિવસે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ના શ્રી અંબિકા માતાજીને છપ્પન ભોગ ધરાવાશે અને પૂનમના દિવસે મંગળા આરતી સવારે ૬ : ૩૦ કલાકે ઉતારવામાં આવશે.
દેવદિવાળી અને પૂનમના રોજ અંબાજી મંદિરમાં માતાજીને વહેલી સવારે મંગળા આરતી સાથે ભવ્ય અન્નકુટ ના અલૌકીક દશઁન થશે. અન્નકુટમાં તમામ પ્રકારની મીઠાઈ, શાક, શરબત વિગેરે ૧૫૬ પ્રકારના વ્યંજનોનો સમાવેશ કરવામાં આવશે. અન્નકુટ ના દશઁન સવારે ૬ : ૩૦ થી બપોરે ૧ કલાક સુધી થશે તેવુ મંદિર ટ્રસ્ટ ની યાદીમાં જણાવાયુ છે.