
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૫૨૫૨/૨૦૧૭પ્રોહી કલમ.૬૫-એઇ,૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૦૩૮૦/૨૦૧૮પ્રોહી કલમ.૬૫-એઇ,૧૧૬(બી),૮૧,૯૮(૨)મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા આઠ વર્ષથી પકડવાના બાકી નાસતા ફરતા આરોપી હરીશકુમાર અમરતજી કલાલ રહે. બસ્સી તા. સલુમ્બર જી. ઉદયપુર (રાજસ્થાન)નાનો હાલમાં સલુમ્બર તાલુકાના ઉદપુરીયા ગામના નાકે રોડ ઉપરથી તાત્કાલીક ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં ઈસમ મળી આવતાં તેને પુછપરછ કરી સદરી ઈસમ બાબતે ગુન્હાઓના રેકર્ડ તથા ઈ.ગુજકોપ એપ્લીકેશન આધારે તપાસ કરતા સદરી ઈસમને પકડી પાડયો હતો.
જેથી સદરી નાસતા ફરતા આરોપી હરીશકુમાર અમરતલાલજી ભેરૂલાલ કલાલ ઉ.વ. ૪૫ રહે. બસ્સી,જુજાવત તા. જી. સલુમ્બર (રાજસ્થાન) નાને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પ્રોહી મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારુ હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે
પેરોલ ફર્લો લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પ્રોહીબિશનના કુલ-૭ (સાત) ગુન્હા કરી છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના રાજસ્થાન રાજયના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.