ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે આજે ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
આ રમતોત્સવમાં લીંબુ ચમચી, દોરડા ખેંચ, સંગીત ખુરશી જેવી રમતોમાં વિધાથીઁઓએ ભાગ લીધો હતો.
જેમાં ભાગ લેનાર પ્રથમ ત્રણ વિજેતાઓને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કયાઁ હતા.
જેમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, જીલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર ભાજપ
મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, યુવા ભાજપ પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ, રોહીત પંચાલ, જ્યોતિ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ સુરેશભાઈ પટેલ તેમજ તાલુકા અને નગરના સંયોજકો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.