ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજે તા.૨૫ મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરાય છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
“મતદાનથી વિષેશ કંઈ નથી, હુ અવશ્ય મતદાન કરીશ” ની થીમ ઉપર પ્રાંત અધિકારી વંદના પરમાર ના અધ્યક્ષ સ્થાને 13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સાથે મતદાતા દિવસની ઉજવણીના ભાગરુપે બુથ લેવલ પર શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના એક-એક સુપરવાઈઝર તથા
બી.એલ.ઓ.ને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાયા હતા અને પ્રથમ વાર મતદાન કરનાર યુવકો તથા સિનીયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
જ્યારે ભાગ લેનાર ત્રણ વિજેતાઓને પ્રમાણપત્રો આપી સન્માન કરાયુ હતુ. જ્યારે ઉપસ્થિત કમઁચારીઓ અને મતદારોએ લાઈવ કાયઁક્રમ નિહાળ્યો હતો.
શાળાની વિધાથીઁઓએ રંગોળી બનાવીને એક મતદાર તરીકે આપણી ફરજનો સંદેશો આપ્યો હતો.
ઉજવણીમાં મામલતદાર એન.ટી.પરમાર, ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પરેશ પટેલ, જે.વી.સુતરીયા તથા બી.એલ.ઓ. સહીત તથા મામલતદાર તથા પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને શપથ લીધા હતા.