ગોતા સહીત અન્ય પાંચ ગામોના સિંચાઈની વષોઁ જૂની માંગણી સંતોષાઈ
ચોમાસા પહેલાં કામ પૂણઁ કરવાની હૈયાધારણ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
વિજયનગરના હરણાવ જળાશય યોજનામાંથી ખેડબ્રહ્મા તાલુકાના ગોતા સહીત અન્ય પાંચ ગામની સિંચાઈ
યોજના માટે રુ.૪.૬૦ કરોડના બજેટની બ્રાન્ચ કેનાલ માટે રાજયસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે પટેરા તળાવ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
રેવન્યુ વિલેજ તરીકે ખેડબ્રહ્મા તાલુકો તથા ઈડર વિધાનસભા મતવિસ્તારના ગોતા ગામ તથા રામનગર, શ્યામનગર, વંજેરીયા – ૧ અને ૨, થુરાવાસ, આંટા કંપા તળાવ ભરવા હરણાવ જળાશય યોજના તબક્કા – ૧
આધારિત સિંચાઈ માટે તળાવ ભરવા માટે રુ.૪.૬૦ કરોડના ખચઁથી બનનાર બ્રાન્ચ કેનાલનુ ખાતમુહૂર્ત આજે રાજયસભા સાંસદ રમીલાબેન બારા તથા જીલ્લા
પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ બ્રાન્ચ કેનાલ આવનારા ચોમાસા પહેલા
બની જશે તેવી હિતેન્દ્રસિંહ ચૌહાણે હૈયાધારણા આપી હતી.
આ બ્રાન્ચ કેનાલથી ગોતા સહિત અન્ય પાંચ ગામના પીવાના પાણી તથા ખેડૂતોના સિંચાઈનો પ્રશ્ન હલ કરવા માટે જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચ મહેશભાઈ તથા ડેપ્યુટી એન્જીનીયર ઉજાસ પટેલ, પૂર્વ સરપંચ કિરણ તરાલનો અન્ય છ ગામના નાગરીકોએ આભાર માન્યો હતો.