
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
લોકસભા ચુંટણી ૨૦૨૪ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રાજ્યના ગૃહ વિભાગના આદેશથી અને બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસે ડ્રાઈવ હાથ ધરતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વષઁ ૨૦૨૩ માં
નોંધાયેલ ઈ.પી.કો.કલમ ૪૦૬, ૪૧૯, ૩૯૫, ૫૦૬(૨), ૧૨૦(બી), ૩૪ ના ગુનામાં સંડોવાયેલ ખેડબ્રહ્માના બોરડી ગામના ચતુરભાઈ બકાભાઈ ખોખરીયા છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હતો.
પણ ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષીને મળેલ બાતમીના આધારે પોલીસ કમીઁઓ પરેશભાઈ, વાસુભાઈ તથા નિલેશભાઈ એ આરોપીને બ્લૂયુ મુન હોટલ નજીકથી સફળતાપૂર્વક ઝડપીને પોલીસ સ્ટેશન ભેગો કરેલ છે.