Blog

ખેડબ્રહ્મા શહેર તાલુકા કોંગ્રેસના કાયઁકરોની બેઠક યોજાઈ

કોંગ્રેસના ઉમેદવાર ડૉ તુષાર ચૌધરી તથા ઈન્ડીયા ગઠબંધનના કાયઁકરો રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

લોકસભાની સામાન્ય ચુંટણીઓ માને તમામ પક્ષો એ જીતના દાવા સાથે બેઠકોનો દોર શરુ કરી દીધો છે. જે અંતર્ગત સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ

પક્ષના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ પણ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં બેઠકોનો દોર શરુ કરી દેતાં આજે ખેડબ્રહ્મા તાલુકા અને શહેરના કોંગ્રેસના કાયઁકરોની એક બેઠક

નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ હોલ માં બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત કાયઁકરોને સાબરકાંઠા બેઠક અંકે કરવા માટે નુ આહવાન કરતાં ડૉ તુષાર ચૌધરીએ જણાવેલ કે મારા પિતાજીએ કરેલ કામો આ વિસ્તારના નાગરીકો મને સામેથી યાદ કરાવે છે એટલે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે તેવો દાવો કર્યો હતો.

આજની બેઠકમાં સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ તુષારભાઈ ચૌધરી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ, આમ આદમી પાટીઁના પૂર્વ ઉમેદવાર બીપીન ગામેતી, ખેડબ્રહ્મા શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખો, જિલ્લા સંગઠનના વરિષ્ઠ

આગેવાનો, તાલુકા અને શહેર કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં તેના આયોજન, માર્ગદર્શન તેમજ ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Back to top button
error: Content is protected !!