સહકાર
કોન્ટ્રાક્ટરની બેદરકારીથી રસ્તાનુ કામ ખોરંભે : પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા શહેરના સ્ટેશન વિસ્તારને પાણી આપવા માટે વાસણા રોડ પર આવેલ ફોરેસ્ટ ઓફીસની બાજુમાં નવીન પાણીની ટાંકી બનાવેલ છે. તે પાણીની ટાંકીની મુખ્ય પાઈપ લાઈન માણેક ચોક માં આવેલ પાણીની લાઈન સાથે જોઈન્ટ આપવા માટે કચ્છી સમાજવાડીથી વિજય સિનેમા થઈને સ્ટેશન રોડ સુધી રોડ તોડીને પાણીની પાઈપ લાઈન નાખેલ છે.
પણ નગરપાલિકાની રહેમ નજર કહો કે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ રસ્તાનુ કામ બિલકુલ ધીમીગતિથી ચાલતુ હોવાથી વહેપારીઓ તથા રહીશો રોડ ન બનવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સાથે આગળ ચોમાસુ આવી રહ્યુ છે ત્યારે પાણી ભરાશે અને કોઈને નુકસાન થાય તો જવાબદારી કોની રહશે ? જેને લઈને આજુબાજુના દુકાનદારો તથા રહીશોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રોડનુ કામ ઝડપથી થાય એ માટે તાકીદ કરી હતી.