ખેડબ્રહ્માની પાવન નગરીમાં શિવ મહાપુરાણ કથા યોજાશે
પ.પૂ.મહંતશ્રી મંગલપુરી મહારાજ વક્તા તરીકે બિરાજમાન થશે

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
પવિત્ર શ્રાવણ માસ શરુ થવાની તૈયારીઓ છે. જયારે ભગવાન શિવને રિઝવવા ભક્તો વહેલી સવારથી બીલીપત્રો, દૂધ , ફુલ તથા પૂજાથી ભગવાન ભોળાનાથના મંદિરોમાં ભીડ જામશે.
તેવીજ રીતે યાત્રાધામ ખેડબ્રહ્માની પાવન ધરતી અને ત્રિવેણી સંગમ સ્થાન હરણાવ નદીના કીનારે શ્રી કાશીવિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં ખેડબ્રહ્મા નગર ઉત્સવ સમિતી દ્રારા શ્રાવણ સુદ એકમ તા.25-7-3025 થી શ્રાવણ સુદ સાતમ તા.31-7-2025 સુધી શિવ મહાપુરાણ કથા નુ આયોજન કરાયુ છે.
ઈડર દેવદરબાર આશ્રમના મહંત હિંદુહ્રદય સમ્રાટ ક્રાંતિકારી પ.પૂ.મહંતશ્રી મંગલપુરી મહારાજ દરરોજ બપોરે 2 થી 5 કલાક સુધી પોતાની અમૃતવાણી દ્રારા કથાનુ રસપાન કરાવશે. આ જાહેર આમંત્રણને સ્વીકારીને ખેડબ્રહ્મા નગર, તાલુકાના ધમઁપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી ભક્તોને આ કથાનો લાભ લેવા માટે નગર ઉત્સવ સમિતીએ જણાવ્યુ હતુ.