ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં ફટાકડાના હંગામી પરવાના મેળવવા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના તાલુકામાં આગામી દિવાળીના તહેવાર પર ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ફટાકડા બજાર ભરવા માટે હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ
ધરાવનાર નાગરિકોએ તાલુકામાં આવેલ મામલતદાર કચેરી ખાતે “જન સેવા કેન્દ્ર” ખાતેથી અરજી ફોમ નં. એઈ-પ નિયત નમુનામાં રૂા.૩/- તથા પરવાનાની ફી રૂ.૨૦૦/- તેમજ પ્રોસેસ ફી રૂ.૬૦૦/- નિયત નમુનામાં ફોર્મ ભરીને તથા સુચિત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ સેલ્ફ એટેસ્ટેડ કરીને અરજી નુ ચલણ સામેલ રાખવાનું રહેશે. નગરપાલિકા વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી. આવી અરજી તા.૭/૧૦/૨૦૨૪ સુધી ઓફીસ સમય દરમ્યાન રજુ કરવાની રહેશે તેમજ અધુરી વિગતો હશે તો અરજી આપોઆપ અમાન્ય ઠરશે.
ફટાકડા બજાર માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ સંગઠીત પણે જાતે ઉભી કરવાની રહેશે. સ્થાનિક નગરપાલિકાની ભૂમિકા ફક્ત સ્થળે પાયાની સુવિધાઓ તથા જાહેર જનતા અવર જવર કરી શકે તેવા રસ્તા વગેરે ઉપલબ્ધ રાખવા પૂરતી રહેશે. ફટાકડા સ્ટોલના પરવાના માટે એક અરજદાર એક જ અરજી કરી શકશે. જગ્યાના પ્રમાણમાં અરજી વધુ રજુ થાય તો વહેલા તે પહેલાના ધોરણે પરવાના મંજુર કરી બાકીની અરજી રદ કરવામાં આવશે. સ્ટોલ ફાળવણી તથા ડ્રો સીસ્ટમ માટે હંગામી સમિતિ રચવામાં આવશે. જેના અધ્યક્ષ સંબંધિત તાલુકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ રહેશે. ડ્રો સિસ્ટમથી સ્ટોલ ફાળવણી પ્રક્રિયા જે તે મામલતદાર કચેરીમાં કરવામાં આવશે. ફટાકડા સ્ટોલ ના સમયે નગરપાલિકાએ નિયત કરેલ ફી ભર્યાની રસીદ રજુ કરવાથી સ્ટોલ આપવામાં આવશે. હંગામી પરવાનો સ્ટોલો માટે લેવાની થતી તમામ સંબંધિત ખાતા ની પરવાનગી મેળવી લેવાની રહેશે એમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ની યાદીમાં જણાવાયુ છે.