ખેડબ્રહ્મા નગરપાલિકાના એન્જીનીયરની બદલી : સાત મહીના બાદ ફરીથી બદલીનો આદેશ કરાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા નગરપાલિકાના એન્જીનીયર ની બદલી વિરમગામ નગરપાલિકામાં કરાતાં હવે ખેડબ્રહ્મા નગરપાલિકાને નવા એન્જીનીયર મળશે.
મળતી મુજબ ખેડબ્રહ્મા નગરપાલિકામાં એન્જીનીયર તરીકે ફરજ બજાવનાર કિરણ પટેલની બદલી નગરપાલિકા કમિશનર કચેરીના એડ્મિનિસ્ટ્રેશન વિભાગ ગાંધીનગરે પાંચેક દિવસ પહેલાં વિરમગામ ખાતે કરી છે. તેઓની પહેલી બદલી આશરે સાત – આઠ માસ પહેલાં કડી નગરપાલિકામાં કરવામાં આવી હતી પણ યેનકેન પ્રકારે કે કોઈકના આશિર્વાદથી તે
સમયની બદલી તેઓ રોકવામાં સફળ રહ્યા હતા. પણ આ વખતે તેઓની બદલી વિરમગામ નગરપાલિકામાં થતાં ફરીથી બદલી રોકવામાં સફળ થાય છે કે કેમ તે જોવુ રહ્યુ. વધુમાં ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભારે વહીવટ કરવાનો છે કે મલાઈદાર જગ્યા છોડવી નથી ? જેથી ખેડબ્રહ્મા નગરપાલિકાના એન્જીનીયર હાલના સમયમાં પણ તેઓ પોતાની બદલી રોકવા હવાતીયા મારી રહ્યા છે તેવુ જાણવા મળેલ છે.
નગરપાલિકા કચેરીની બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોરમાં આઠ થી દસ કમઁચારીઓ એક જ જગ્યાએ બેસીને ફરજ બજાવતા હતા તેની જગ્યાએ હવે ગ્રાઉન્ડ અને ફસ્ર્ટઁ ફલોર બંને જગ્યાએ આઠ કમઁચારીઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે એટલે આમેય આ એન્જીનીયર ખેડબ્રહ્મા નગરપાલિકા કચેરીનુ રીનોવેશન કરવામાં વધુ ખચાઁળ રહ્યા હતા. નગરપાલિકાના રીનોવેશન માટે સ્વ ભંડોળ થી ખચઁ કયોઁ હોય કે સરકારની ગ્રાન્ટથી ખચઁ કયોઁ હોય, પણ એન્જીનીયર ખચાઁળ તો સાબિત થયા જ છે. વધુમાં 15 માસ પહેલાં સ્ટેશન વિસ્તારમાં ₹ 3.80 કરોડના માતબર ખચઁથી નવીન ડામર રોડ બનાવ્યો છે, પણ રોડ બનાવ્યા પછી પણ ઠેર ઠેર પાણી ભરાવાનો પ્રશ્ન ઉડીને આંખે વળગે છે. જેથી નવીન રોડ બનાવ્યા પછી પણ આમ જનતા નગરપાલિકા પર ફીટકાર વરસાવી રહી છે.
નગરપાલિકા કમિશનર કચેરી ગાંધીનગરની કચેરીને પણ ટક્કર મારે તેવી એન્જીનીયર કિરણ પટેલની ચેમ્બર બનાવવામાં આવી છે સાથે તેમના ટેબલ પર જે કોમ્પ્યુટરનુ મોનીટર, રિવોલ્વીંગ ચેર, સોફા સહીત જાજરમાન લક્ઝયુરીસ ચેમ્બર પાછળ મોટો ખર્ચ કરેલ છે જે ઉડીને આંખે વળગે છે તેવુ આમ જનતામાં પણ ચચાઁય છે. વધુમાં તા. ૨૧ જૂન યોગ દિવસે મુખ્યમંત્રી નડાબેટ ખાતે વહેલી સવારે યોગ કરવા પહોચ્યા હતા તો ખેડબ્રહ્મા નગરપાલિકાના એન્જીનીયર કિરણ પટેલ યોગ કાયઁક્રમ વખતે હાજર નહોતા તો તે મુદ્દો હજુ ગાજી રહ્યો છે.
સરકારના ઉચ્ચ હોદ્દા પર ફરજ બાદ કોઈપણ સરકારી કમઁચારીઓ એક જ જગ્યાએ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી ફરજ બજાવે ત્યારબાદ સરકારના નિયમ મુજબ તેઓની બદલી અન્ય ટેબલ પર કે બીજી કચેરીમાં બદલી કરવામાં આવે છે. પણ આ બાબુ પર હવે કોઈના આશિર્વાદ વરસે છે કે વાયા વિરમગામ…. તે જોવુ રહ્યુ.