અસ્થિર મગજની મહિલાને તેના પરીવારને સોપતી ખેડબ્રહ્મા પોલીસ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ અજાણ્યા અસ્થિર/મંદબુધ્ધિ/વિકલાંગ બાળકો,યુવાન,વૃધ્ધો મળી આવે તો તપાસ કરી તેમના વાલી વારસદારો સાથે સંપર્ક કરાવવા સક્રિય કામગીરી કરવા સારૂ ખેડબ્રહ્મા પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ હોય જે અનુસંધાને ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી, હે.કો.સુનિલકુમાર કાન્તિભાઈ, આશાબેન રણજીતભાઈ, શૈલેષભાઈ રામજીભાઈ, મિનેશકુમાર ડાહ્યાભાઈ વિગેરે પોલીસ કમીઁઓ સાથે તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રે ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ આગળ આવતાં ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડમાંથી એક અજાણી મહીલા આશરે ઉ.વ.૨૦ ના આશરાની મળી આવેલ જેને મહીલા પોલીસ નાઓએ પુછપરછ કરતા કંઈ બોલતી ના હોઈ જેને પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરવા છતા કંઈ બોલતી ના હોઈ અને તેનુ નામ સરનામુ પણ બતાવતી ના હોઈ જેથી આ મહીલાને સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે મુકવામાં આવેલ હતી.
તેમજ આ બહેનના ફોટાઓ સોશીયલ મીડીયા ઉપર મોકલી આપેલ હોઇ જેના આધારે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ સદરી મહીલાના ભાઈ અરવિંદભાઇ અરજણભાઈ અંગારી રહે.જાડીસિમ્બલ તા.ખેડબ્રહ્મા સદરી મહીલાને શોધતા શોધતા આવેલ હોઈ અને આ મહીલા બાબતે ખરાઈ તપાસ કરતા તેનું નામ બેબીબેન અરજણભાઈ અંગારી ઉ.વ.૨૦ રહે.જાડીસિમ્બલ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાની વતની હોઈ અને આ મહીલાને માનસિક મગજની તકલીફ હોઈ અને તેની દવા પણ ચાલુ હોવાથી જેથી બેબીબહેન અવાર-નવાર તેના ઘરેથી કોઇને કહ્યા સિવાય જતી રહેતી હોઈ જેથી ગુમ થયેલ બહેન બેબીબેન ના વાલી વારસોની તપાસ શોધખોળ કરી સદરી બહેનને તેના ભાઈ અરવિંદભાઇ અરજણભાઇ અંગારી રહે.જાડીસિમ્બલ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાનાઓને સોપેલ.આમ, અસ્થિર મગજની મહિલાને તેના પરીવારના માણસો સાથે મળાવી માનવસેવાની ઉત્કૃષ્ટ કામગીરી ખેડબ્રહ્મા પોલીસ ટીમે કરેલ છે.