લોકસભા ૨૦૨૪

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા પાંખ દ્રારા બાઈક રેલી નીકળી

યુવકો મોટી સંખ્યામાં બાઈક સાથે જોડાયા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચુંટણી તા.7 ના રોજ યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોના હવે

છેલ્લી ઘડીના પ્રચાર દરમ્યાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્રારા આજે બાઈક રેલી નીકળી હતી.

યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીથી આશરે 100 બાઈક સાથે રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે શહેરના બસ સ્ટેશન, ગામ વિસ્તાર, સ્ટેશન રોડ,

સિવીલ રોડ, સરદાર પટેલ રોડ થઈને બાપા સીતારામ મંદિરે રેલીનુ સમાપન કરવામાં આવ્યુ હતુ.

આ બાઈક રેલીમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ , તાલુકા યુવા ભાજપ પ્રમુખ અક્ષય પટેલ તથા યુવા મોરચાના હોદ્દેદારો અને કાયઁકરો બાઈક સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!