લોકસભા ૨૦૨૪

શેઠ કે.ટી.હાઈસ્કૂલમાંથી મતદાન મથકે પહોંચવા માટે ચૂંટણીલક્ષી સામગ્રીનુ વિતરણ કરાયુ

સરકારી કર્મીઓ આત્મવિશ્વાસથી ચૂંટણી ફરજ પર રૂટ વાઈઝ એસ.ટી. બસોમાં રવાના થયા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

લોકસભા સામાન્ય સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણીનુ જાહેરનામુ પ્રસિદ્ધ થયુ ત્યારથી ચૂંટણી પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી હતી અને હવે ત્રીજા તબક્કાનું મતદાન તા.7 મે ના રોજ યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે જીલ્લા કલેકટર અને ચૂંટણી

નૈમેષ દવે, જીલ્લા ચૂંટણી અધિકારી, સાબરકાંઠા

અધિકારી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ જીલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તારમાં હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા બેઠકો પર મતદાન યોજાશે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીલક્ષી સામગ્રીનુ શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતેથી આજે સવારથી જ જુદા જુદા મતદાન મથકોએ રૂટ વાઈઝ સલામતી કર્મીઓ અને ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને ગુજરાત રાજ્ય

વાહન વ્યવહારની બસોમાં ઈ.વી.એમ, વી.વી.પેટ મત કુટીર, બી.યુ. અને મતદાન અંગેની સંલગ્ન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. મતદાન પૂર્ણ થયે આ જ જગ્યાએ રીસીવિંગ સેન્ટર ઉભા કરાયા છે

જેમાં ઈ.વી.એમ. પરત લાવતાં તેમને હિંમતનગર પોલીટેકનીક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રુમમાં સીલબંધ રખાશે અને તા.4 જૂનના રોજ મત ગણતરીના દિવસે મત ગણતરી હોલમાં લાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે તા.7 મેના રોજ મતદાનના દિવસે 29 – ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,90,150 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 14 ઉમેદવાર માટે નિણાઁયક બનશે.

ડી.વાય.એસ.પી. પાયલ સોમેશ્વર અને પ્રાંત અધિકારી એન.ડી.પટેલ

ખેડબ્રહ્મા ખાતે ડિસ્પેચીંગ રીસીવિંગ સેન્ટર પર ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી.પટેલ અને પી.એસ.આઈ એ.વી.જોષી ની દેખરેખ હેઠળ કમઁચારીઓ અને સુરક્ષા એજન્સી સહીત પોલીસ કમીઁઓ પોતાની ફરજ બજાવશે. આ સેન્ટર પર ડી.વાય.એસ.પી. પાયલ સોમેશ્વરે મુલાકાત લીધી હતી.

Related Articles

Back to top button
error: Content is protected !!