વિશિષ્ટ સમાચાર

ખેડબ્રહ્મા વહીવટીતંત્ર દ્રારા શહેરના હાઈવે રોડ પરના દબાણ દૂર કરાયા : લોકોએ સરાહનીય કામગીરી ગણાવી

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

 

યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટીતંત્ર દ્રારા શહેરના હાઈવે રોડની બંને બાજુના દબાણો હટાવવાનુ ઓપરેશન હાથ ધરતાં નાના લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દબાણો દૂર કરવા માટે કડક મૌખિક આદેશ પણ કરવામાં આવ્યો હતો.

ખેડબ્રહ્મા શહેરના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હાઈવે રોડ પરની બંને બાજુમાં આવેલ હંગામી પતરાંના શેડ, ઉભા સાઈન બોર્ડ, નાના લારી – ગલ્લા, પાથરણા વાળાઓથી છેક હાઈવે ટચ સુધી દબાણ વધતાં ટ્રાફિકની પણ સમસ્યા દિનપ્રતિદિન વધતાં આજે પ્રાંત અધિકારી નિમેષ પટેલની આગેવાની

હેઠળ પી.ડબલ્યુ.ડીના ડેપ્યુટી એન્જીનીયર દિલીપ ચૌધરી, મામલતદાર એન.ટી.પરમાર, ચીફ ઓફીસર સાવન રતાણી, પીએસઆઈ અજુઁન જોષી, સીટી સવેઁયર દિપક પ્રજાપતી સહીત સંબંધિત કચેરીના અધિકારીઓ જે.સી.બી., ટ્રેકટર સહીત દબાણ દૂર કરવાની મશીનરી સાથે દબાણ હટાવવાનુ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતુ. 

જેમાં શહેરના હાઈવે રોડ પર નવી કોટઁ બાજુથી બસ સ્ટેશન, અંબાજી હાઈવે રોડ સુધી દબાણ દૂર કરવાની કામગીરીમાં ટ્રાફીકને નડતરરુપ હડાદ, ખેરોજ,

પોશીના બાજુ જતી ઈકો ગાડીઓને પણ કાયમ માટે હટાવવાની સુચના આપવામાં આવી હતી. દબાણ હટાવવાથી વાહનોની અવર-જવરમાં સરળતા રહેતાં દબાણની કામગીરીને આમ જનતાએ આવકારી હતી. 

દૂર કરેલ દબાણો કાયમી દૂર જ રહેશે કે પછી જૈસે થે… તે હવે જોવુ રહ્યુ.

Related Articles

Back to top button
error: Content is protected !!