ખેડબ્રહ્મા નગરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
ઠેર ઠેર સ્વાગત કરાયુ : ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કયોઁ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા શહેરમાં રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથજી તેમના ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હતા.
આજે અષાઢ સુદ બીજ એટલે સ્વાભાવિક રીતે રથયાત્રા યાદ આવી જ જાય. ભક્તો દરરોજ ભગવાનના દર્શન કરવા માટે તેમના સાંનિધ્યમાં જાય છે, પણ વષઁમાં એક વાર ભગવાન પોતે ભાઈ-બહેન સાથે ભક્તોના દશઁન કરવા નગરચર્યાએ નીકળે છે.
એટલે આજે પુરી, અમદાવાદ સહીત ઠેર ઠેર રથયાત્રાનો અનોખો મહીમા છે. ભગવાન મોસાળમાં ગયા હતા ત્યાં તેમને આંખો આવી હતી. એટલે
ભગવાનને આંખે પાટા બાંધ્યા હતા અને આજે વહેલી સવારે નેત્રોત્સવ વિધી પછી ભગવાનને નગરચર્યાની ઈચ્છા થઈ અને પોતે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા તેવુ પુરાણોમાં જણાવેલ છે.
ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાંથી સવારે 9-30 કલાકે રથયાત્રા જગન્નાથજી, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે પ્રસ્થાન થયા હતા. જે ગામ વિસ્તાર, બસ સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર પટેલ રોડ, સિવીલ રોડ થઈને મોસાળ જીતેન્દ્રભાઈ મેલાપચંદ સોની પરિવારને વિસામો તથા ભગવાનનુ મામેરુ ભરવામાં આવ્યુ હતુ.
આ રથયાત્રાના રુટ પર ઠેર ઠેર પ્રસાદ, ઠંડા પીણા સહીત સ્વાગત, પૂજા, આરતી કરવામાં આવ્યા હતા. માણેક ચોક, સિવિલ રોડના વહેપારીઓ દ્રારા પ્રતિવર્ષની જેમ ચાલુ વષેઁ ડ્રાયયફ્રુટ શીરાનો પ્રસાદ, કેળાં તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળના કાયઁકરોએ ઘરે ઘરેથી સુખડી ઉઘરાવીને રથયાત્રાના રુટ પર પ્રસાદ
તરીકે વહેંચવામાં આવી હતી. જ્યારે શેઠ કે.ટી.હાઈસ્કૂલ વિસ્તારના વહેપારીઓએ કરેલ મહાપ્રસાદ નો લાભ રથયાત્રામાં જોડાયેલ તથા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
ત્યાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખેડબ્રહ્મા નગરપાલિકાએ “ઝીરો વેસ્ટ” ની જાગૃકતા માટે સ્વચ્છતા માટેનુ બેનર આકષઁણનુ કેન્દ્ર બન્યુ હતુ અને “પ્લાસ્ટિક ફ્રી”નો મેસેજ આપ્યો હતો.ત્યારબાદ રથયાત્રા મોસાળમાંથી નીકળીને રાધાકૃષ્ણ મંદિરે સાયંકાળે પરત ફરી હતી.
રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે ત્રણ પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, જીઆરડી સહીત ૬૦ કમીઁઓ તેમજ બોડીવોનઁ કેમેરા સાથે
સજ્જ ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી હતી. ખેડબ્રહ્મા શહેરમાં નીકળેલ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રથયાત્રાનુ આયોજન રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્રારા કરવામાં આવ્યુ હતુ.