ખેડબ્રહ્મા થી હડાદ રેલ્વે લાઈન લંબાવવા રાજયસભા સાંસદને રજૂઆત કરાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ હવે ટૂંક સમયમાં બજેટસત્ર શરુ થવા જઈ રહ્યુ છે. ત્યારે ખેડબ્રહ્માથી હડાદ સુધી રેલ્વેલાઈન લંબાવવા માટે રાજયસભા સાંસદને રજૂઆત કરવામાં આવી છે.
અત્યારે હાલ હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધી નવીન બ્રોડગેજ રેલ્વેલાઈન નુ કામ પુરઝડપે ચાલી રહ્યુ છે
જેમાં ઈડર અને ખેડબ્રહ્મા સ્ટેશન પર ઓફીસસઁ કવાટસઁ તથા પ્લેટફોર્મનુ બાંધકામ ચાલી રહ્યુ છે સાથે તારંગા-હડાદ-અંબાજી થી આબુરોડ સુધીની રેલ્વેલાઈનનુ કામ પ્રગતિ હેઠળ છે.
ત્યારે પશ્ચિમ રેલ્વેના સભ્ય મોહનભાઈ પી. પટેલ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા અન્ય કાયઁકરોએ રાજયસભા સાંસદ રમીલાબેન બારાને રજૂઆત કરતાં જણાવેલ કે ખેડબ્રહ્મા થી હડાદ ફક્ત ૨૨ કિ.મી.ના અંતરે આવેલ છે. જો બજેટસત્રમાં ખેડબ્રહ્મા થી હડાદ સુધીની નવીન રેલ્વેલાઈન મંજુર કરવામાં આવે તો દિલ્હી, જયપુર, હરિદ્વાર સુધી સાથે મહારાષ્ટ્ર તેમજ દક્ષિણના રાજયોને કનેકટીવીટી મળે તો અમદાવાદ તેમજ આ વિસ્તારના નાગરીકોને રેલ્વેની સુવિધા મળી રહે તેમ છે. વધુમાં પાલનપુર – મહેસાણા થઈને દિલ્હી જવાનો જે રૂટ છે તેના કરતાં ખેડબ્રહ્મા – હડાદ – અંબાજી – આબુરોડ વાળા રુટ પર ૬૫ કિ.મી. જેટલુ અંતર ઓછુ થાય છે તેવુ જણાવ્યુ હતુ.
આ વિસ્તારના લોકોની વષોઁ જૂની માગણી ના અનુસંધાને ખેડબ્રહ્મા – હડાદ રેલ્વેલાઈન માટે આ બજેટસત્રમાં સવેઁ કરાવવાનુ બજેટ મંજુર થાય તેવી પણ માગણી કરી હતી.