ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહી છે.
તેમાં ખેડબ્રહ્મા ખાતે પ્રિસાઈડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી છે જેમાં વિજયનગર તાલુકાના વજેપુરના મોતીલાલ કુગહાજી બોડાત નશામાં હતા જેથી ખેડબ્રહ્મા એસ.ડી.એમ. અને રીટનિઁગ ઓફીસર એન.ડી.પટેલે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સ્થળ પર જઈ શિક્ષકની તાપસ કરતા
બકવાટ કરતો અને લથડીયા ખાતો જોવા મળી આવતાં પોલીસે બ્રેથ એનેલાઈઝરથી આલ્કોહોલ ટેસ્ટ કરતા 0.17 ટકા આલ્કોહોલ આવેલ જેથી પોલીસે તેની પાસે પાસ પરમીટ માગતા તેની પાસે ના હોઈ પોલીસે પ્રોહીબિશનનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી હતી.