Blog

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્રારા હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરને ખુલ્લુ મુકાયુ

જીલ્લાના પત્રકારો રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : માહીતી બ્યુરો

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ઉપલક્ષમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે તૈયાર કરાયેલા મીડીયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો.

 

લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. 

ચૂંટણી દરમિયાન ક્યાંક ફેક ન્યુઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા અટકે અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં

આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં સાબરકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે. જેનો રીપોર્ટ એમ.સી.એમ.સી. સમિતિમાં સમયાંતરે રજૂ કરવામાં આવે છે.  

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી ભુમિબેન કેશવાલા, નાયબ માહિતી નિયામક નીધિબેન જયસ્વાલ, ચૂંટણી મામલતદાર હેમાંગીબેન, માહિતી વિભાગના સ્ટાફ સહિત પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!