દુઘઁટના
કયા ઉમેદવાર 66 કલાક બાદ અચાનક પ્રગટ થયા ??
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા (સ્ત્રોત)
તા.25 મે શનિવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો.
ત્યારે સમગ્ર ઘટના ઘટીત થયાના 66 કલાક બાદ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા.
ત્યારે પીએમ રૂમ ખાતે આવી પહોંચેલા પરશોત્તમ રૂપાલાનો પીડિત પરિવારજનો દ્વારા ઉધડો લેવામાં આવ્યો હોવાની ઘટનાના સામે આવી છે. પુરુષોત્તમ રૂપાલાને પીડિતના પરિવારજનોએ કહ્યું હતું કે, આટલા દિવસથી ક્યાં હતા ? તમે મીડિયામાં ફોટા પડાવવા અહીં આવ્યા છો તેવા અનેક મહેણા – ટોણા માર્યા હોવાનુ સામે આવ્યુ છે.