Blog

દિવાળી પર્વ નિમિત્તે સાબરકાંઠા ફૂડ વિભાગ દ્રારા ઘીના જથ્થાના નમુના લેવાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૬ જથ્થાઓમાંથી કુલ ૧૧૩.૨૦ લીટર ઘીનો જથ્થો જપ્ત કરાયો

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા ફૂડ સેફ્ટી ડ્રાઈવ અંતર્ગત ખાદ્યપદાર્થોના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ઘીના વિવિધ બ્રાન્ડના નમૂનાઓ પૃથક્કરણ અર્થે લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જરૂરી કાર્યવાહી હાથ ધરી કુલ ૬ જથ્થાઓમાંથી ૧૧૩.૨૦ લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરવામાં આવેલા ઘીના જથ્થાની કુલ અંદાજિત કિંમત રૂ. ૮૪,૧૩૦ થાય છે.

આ કાર્યવાહી દરમિયાન સાચોરા સેલ્સ એજન્સી પાસેથી ઘી, ગીતા ટ્રેડર્સમાંથી ઘીનો કુલ ૧૧૩.૨૦ લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

જપ્ત કરવામાં આવેલા ઘીના નમૂનાઓનુ લેબોરેટરી માટે માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબ રીપોર્ટના અહેવાલ પ્રાપ્ત થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ તથા તે હેઠળના નિયમો અને રેગ્યુલેશન્સ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરતી વખતે પેકિંગ, ઉત્પાદન તારીખ, વપરાશની છેલ્લી તારીખ તથા અન્ય જરૂરી વિગતોની ચકાસણી કરીને જ ખરીદી કરવી. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તા અંગેની કોઈ ફરિયાદ હોય તો સંબંધિત તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Back to top button
error: Content is protected !!