Blog
શોભનાબેન બારૈયા સંસદીય સમિતીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા
AI ના ઉપયોગ, જવાબદારી સાથે અમલીકરણ પર ચચાઁ કરાઈ
નવી દિલ્હીમાં સંસદ ભવનના જોડાણ ખાતે શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમત પરની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં સાબરકાંઠા જીલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં શિક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ સાથે તેની સંભાવના અને જવાબદાર અમલીકરણ પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

આધુનિક ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ટેકનોલોજી અને શિક્ષણ વચ્ચેનો તાલમેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાશે તેવુ બેઠકમાં જણાવાયુ હતુ.

