ખેડબ્રહ્મા પોલીસે RTO નો મેમો ફટકારતાં વાહન ચાલકોમાં ફફડાટ
સ્થળ પર ₹6500/- નો દંડ વસુલ્યો : બે વાહનો ડીટેઈન કયાઁ
ખેડબ્રહ્મા તા.3
અત્યારે હાલ દિવાળીના તહેવારને અનુલક્ષીને જલ્દી ઘરે જવાની ઉતાવળે ખાનગી જીપ અને ઈકો વાહન ચાલકો ઓવરલોડ પેસેન્જર ભરીને વહન કરતાં નજરે પડી હતી. પણ પોલીસની સતર્કતા અને પેસેન્જર માટે માનવતા જોતાં કોઈ ઘટના ના બને તેવા આશયથી વાહન ચાલકોને સુધારવા માટે ખેડબ્રહ્મા પોલીસ ઈન્સ્પેકટર ડી.એન.સાધુ, ટ્રાફિક પોલીસ જમાદાર જશુભાઈ પટેલ તથા તેમની ટીમે વાહન ચાલકો પર દંડનીય સપાટો

બોલાવતાં ૧૫ વાહનચાલકોને RTO ના મેમા પકડાવી દીધા હતા જયારે બે વાહનો ડીટેઈન કયાઁ હતા તથા ₹ ૬૫૦૦/- (છ હજાર પાંચસો) નો સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા પોલીસે દંડનીય સપાટો બોલાવતાં ખાનગી પેસેન્જર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

જયારે બસ સ્ટેશન વિસ્તાર, માતાજી મંદિર તરફનો રોડ, લક્ષ્મીપુરા ચાર રસ્તા પર નડતરરુપ ઈકો અને જીપ ચાલકો વચ્ચોવચ અડીંગો જમાવીને ઉભા રહે છે તે નડતર ક્યારે દૂર થશે ? તેવુ લોકમુખે ચચાઁઈ રહ્યુ છે.
