Blog

ખેડબ્રહ્માના લાલસિંહ કંપામાં આંગણવાડીના મકાનનુ ખાતમુહૂર્ત કરાયુ

આ મકાન ઝડપથી બનશે : પ્રશાંત પટેલ

આજ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બનાસકાંઠા જીલ્લાના ભીલડીના પ્રવાસ દરમ્યાન રાજ્યભરની ચાર હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ તે અંતર્ગત ખેડબ્રહ્માના લાલસિંહ કંપાની આંગણવાડી કેન્દ્ર ૮ નું નવીન આંગણવાડી બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

લાલસિંહ કંપામાં આંગણવાડીના નવીન મકાન બનાવવા માટે ઝડપથી કામ કરવામાં. આવશે તેવુ સદસ્ય પ્રશાંત પટેલે જણાવ્યુ હતુ.

 આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નં ૧ ના સદસ્ય પ્રશાંત પટેલ, નટુભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, મિલનભાઈ રાવલ, અલ્પાબેન ઉપાધ્યાય આંગણવાડી વર્કર, તેડાગર પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા. 

Related Articles

Back to top button
error: Content is protected !!