સાબરકાંઠા જીલ્લાના છેવાડાના આદિવાસી વિસ્તાર પોશીના તાલુકાના આંજણી ગામની દીકરી અંજના રોહીતભાઈ બુબડિયાએ સાત સમુંદર પાર કરીને જાપાનની ધરતી પર ભારતનો તિરંગો લહેરાવતાં ગુજરાત રાજસ્થાન બોડઁર પર આવેલ પોશીના ગામનુ નામ વિશ્વ ફલક ચમકાવ્યુ છે.

જાપાન ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 400 મીટર દોડ સ્પર્ધામાં અંજનાએ શાનદાર પ્રદર્શન કરી ઐતિહાસિક ગોલ્ડ મેડલ સાથે જીત મેળવતાં માતા પિતાનુ શીશ ગવઁથી ઊંચુ કરી દીધુ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી વતન પરત ફરેલી ‘ગોલ્ડન ગર્લ’ અંજનાનું પોશીના પોલીસ સ્ટેશન ખાતે ઢોલ-નગારા અને ફૂલહાર સાથે અતિભવ્ય સ્વાગત કરાયુ હતુ. આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લા પોલીસ વતી પોશીના પોલીસ ઈન્સ્પેકટર એન.બી.વાઘેલા, ગ્રામજનો, સામાજિક અગ્રણીઓ અને ખેલ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ દેશ અને રાજ્યનું ગૌરવ વધારનાર દીકરીને વધાવી આશીર્વાદ પાઠવીને અંજનાને પ્રોત્સાહીત કરી હતી.